મુંબઈઃ
બોલીવૂડ અભિનેત્રી જુહી ચાવલા સોશિયલ મિડિયા તરફથી કોઈક ચમત્કારની આશા રાખી રહી છે. એણે પોતાનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી એક જાણકારી આપી છે કે એની હીરાની એરિંગ ગુમાઈ ગઈ છે. આ એરિંગ એનાથી રવિવારે સવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમિરેટ્સ કાઉન્ટર પરથી ચેકિંગના સમયગાળા દરમિયાન ગુમાઈ ગઈ છે. એનાં કાનમાંથી સરકીને ક્યાંક પડી ગઈ હતી એવું તેનું કહેવું છે.