લેખકઃ નીતા દવે |
ઉનાળાની મોસમ એટલે પરિવાર સાથે પર્યટન,પિકનિક,અને પ્રવાસ પર જવાની તૈયારીઓ. પ્રવાસ લાંબા અંતર નો હોય કે નજીકના સ્થળો પર ફરવા જવાનું હોય પરંતુ જ્યારે પરિવાર સાથે કે એકલાં બહાર ફરવા જવાનું વિચારીએ ત્યારે આગળથી થોડીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.
મે મહિનો અને વેકેશનનો સમયગાળો એટલે ધોમ ધખતા ઉનાળાનો તાપ અને ઉનાળામાં જ્યારે વડીલો બાળકો સાથે પ્રવાસ પર જવા નીકળીએ છીએ, ત્યારે કેટલીક બાબતોની પૂર્વ તૈયારીઓ જરૂરી બની જતી હોય છે.
જેમ કે, સૌપ્રથમ તો પ્રવાસમાં સામાન ખૂબ જ ઓછો અને જરૂરી હોય એ જ લઈ જવો.જેથી આપ નિશ્ચિંત બની ફરવાની મજા માણી શકો.પ્રવાસનું આયોજન આગોતરું હોવું જાેઈએ.જેથી રેલવે, બસ કે એર ટિકિટનું રિઝર્વેશન થઈ શકે. જાે સહ પરિવાર ફરવા જવાનું થતું હોય તો બને ત્યાં સુધી બાય રોડ કારનો પ્રવાસ ટાળવો. કેમ કે, કાર માં સીમિત જગ્યા હોવાથી વડીલો તથા નાના બાળકોને અગવડતાઓ પડી શકે છે. પ્રવાસમાં જતી વેળાએ ર્ંઇજી અને સામાન્ય તકલીફોની દવાઓ સાથે રાખવી. જાે તમે ગીર કે અભ્યારણમાં ફરવા જઈ રહ્યા છો,તો કમ્ફર્ટેબલ રહે તેવા ક્લોઝ , શૂઝ અને સન પ્રોટેક્ટેડ ગોગ્લસ પહેરવા ખૂબ જરૂરી છે. જે તમને ત્યાંનાં વાતાવરણમાં સાનુકૂળ થવા માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
અગર તમે પ્રાકૃતિક પ્રવાસ માટે જઈ રહ્યા છો તો સાથે એક ફોલ્ડિંગ ટેન્ટ અવશ્ય સાથે રાખો.જેથી કરીને આપ કોઈપણ જગ્યાએ આરામ કરવા રોકાઓ તો ત્યાં આપની સુવિધાઓ જળવાઈ રહે. શક્ય બને ત્યાં સુધી ઘરથી બનાવેલ થોડો સૂકો નાસ્તો પણ સાથે લઈ લેવો. નાના બાળકો સાથે હોય તો મિલ્ક પાવડર સાથે લેવાનું ભૂલશો નહીં. બને ત્યાં સુધી ફરવા જવાનું થાય ત્યારે મોંઘી હોટલોમાં સ્પાઈસી તેમજ મસાલેદાર જમવાને બદલે હળવા સુપાચ્ય ખોરાકને પ્રાધાન્ય આપવુ. દિવસ દરમિયાનનાં નાસ્તામાં બને તેટલા ફ્રુટનો ઉપયોગ વધારે કરવો.જેથી પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્ય જળવાઈ રહે.
દોડભાગની જીવનમાંથી થોડા દિવસ બ્રેક લઈ અને પતિ પત્ની બંને જ્યારે થોડા દિવસના હોલિડેઇઝ પર જતા હોય ત્યારે પણ અમુક બાબતને ખાસ ધ્યાનથી યાદ રાખવી. જે હોટલમાં બુકિંગ કર્યું છે.તે હોટલમાં ચેક ઈન કર્યાં પહેલા તેના લોકેશન થી લઇ અને તેની ફેસેલિટી બાબતની બધી જ માહિતી કોઈ સંબંધી ત્યાં હોય તો તેની પાસેથી અથવા ઇન્ટરનેટ પરથી મેળવી લેવી. હોટલની આસપાસનો વિસ્તાર પહેલા દિવસથી જ જાણીતો કરી લેવો. જેથી આપને ત્યાંનાં લોકલ સ્થળોએ ફરવાની મજા આવી શકે. હોટલ રૂમનો ઘરની જેમ ઉપયોગ કરતા પહેલા ચેક કરવું કે ક્યાંય કોઈ છુપા કેમેરા તો ગોઠવેલા નથી ને..? હોટેલની રૂમમાં આપણો સામાન ઘરની જેમ ફેલાવીને ન રાખવો વસ્તુનો ઉપયોગ કર્યા પછી તરત તેને ફરી પાછું બેગમાં મૂકી દેવું. બાકી ક્યારેક એવું બની શકે કે તમારી કોઇ કિંમતી વસ્તુ હોટલના રૂમમાં જ ભૂલી જવાય. અને મોટી નુકસાની વેઠવી પડે.
જ્યારે પણ આપ સહ પરિવાર અથવા પતિ પત્ની કપલમાં પણ બહાર ફરવા જાઓ છો. ત્યારે ઘરની કોઈ નજીક વ્યક્તિ અથવા કોઈ દોસ્ત કે મિત્ર સાથે દિવસમાં એક વખત જરૂર સંપર્કમાં રહેવું.
કેમ કે,અજાણી જગ્યા પર ક્યારેય કોઈ પણ અઘટિત ઘટના બને તો આપણા સ્વજનો આપણો સંપર્ક સરળતાથી કરી શકે. અને હા ,એટલી જ જરૂરી બાબત એ પણ છે કે આપ બહાર ફરવા ગયા છો,ઘરે વડીલો કે બાળકો એકલા રહે છે.તો ક્યારેય ફરવા ગયાનાં કોઈ પણ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર તે જ દિવસોમાં અપલોડ ક્યારેય ન કરવા.અન્યથા આપના કોઈ જાણભેદુ દ્વારા આપના રહેણાંક પર જાનમાલની નુકસાની થવાની ઘટના પણ બની શકે છે.
પિકનિક પર જવું એટલે ઘટમાળની જિંદગી માંથી થોડી રાહત મેળવી નવી કેટલીક યાદગાર ક્ષણોનું જીવનમાં ઉમેરો કરવો. પરંતુ આનંદ કરવા જતી વેળાએ જાે કેટલીક બાબતનું આગોતરું ધ્યાન રાખવામાં ન આવે તો આ આનંદદાયક ઘટના શોકજન્ય બાબતમાં પણ પરિણમી શકે છે. આથી હંમેશા પ્રવાસ પર જતા પહેલા જરૂરી પ્લાનિંગ આગળ થી ચોક્કસ કરી લેવું. જેથી આપનાં પારિવારિક પ્રવાસ નો આ સમયગાળો સ્વસ્થ, મસ્ત, અને યાદગાર રીતે આનંદ કારક બની રહે.