દિલ્હી-
ચીનની નારાજગીની પરવા કર્યા વગર ભારત તાઈવાન સાથે સબંધો સુધારવા માટે એક પછી એક પગલા ભરી રહ્ય્š છે.ભારતે તાઈવાન સાથે એક અલગ દેશ તરીકે ટ્રેડ ડીલ કરવા માટે વિચારણા શરુ કરી છે ત્યારે તાઈવાનના વિદેશ મંત્રી જાેસેફ વુએ એક મહત્વનુ નિવેદન આપ્યુ છે.
ભારત અને તાઈવાનના સબંધો માટે તેમણે કહ્યું છે કે, 2016 થી તાઈવાન ભારત સાથેના સબંધો ગાઢ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.બંને દેશના લોકો વચ્ચે સબંધો સુધરે તે માટે પણ અમે ભાર મુકી રહ્યા છે.એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં વુએ કહ્યું હતુ કે, ભારત અને તાઈવાન વચ્ચે સ્વાસ્થ્ય, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રમાં સહયોગની દિશામાં સારી પ્રગતિ થઈ છે.ભારતમાં તાઈવાનનુ રોકાણ વધી રહ્યું છે.હાલમાં તાઈવાનનુ રોકાણ 16000 કરોડ રુપિયા જેટલુ છે.જેનાથી ભારતમાં 65000 લોકોને રોજગારી મળી છે.આ સારી ગુણવત્તાવાળી નોકરીઓ છે અને તાઈવાન ભારતમાં રોકાણ કરવાનુ ચાલુ રાખશે.
તેમણે કહ્યું હતુ કે, જાે ભારત સરકાર તાઈવાન સાથે વેપારી સબંધો સુધારવા માટે વધારે પ્રયાસ કરશે તો બંને દેશના આર્થિક સબંધોમાં વધારે મજબૂતી આવશે.તાઈવાનના ઘણા રોકાણકારો ચીનમાંથી ભારતમાં સ્થળાંતર કરી રહ્યા છે. રોકાણકારો હંમેશા અનુકુળ જગ્યાઓ પસંદ કરતા હોય છે.એ હિસાબે તાઈવાનના રોકાણકારો અમેરિકા, સાઉથ ઈસ્ટ એશિયાના દેશો કે પછી ભારતમાં રોકાણ કરશે.કારણકે તેમને લાગે છે કે, આ દેશો તાઈવાનના મિત્ર છે અને તેમને અહીંયા અનુકુળ વાતાવરણ મળશે.