T20 વર્લ્ડ કપઃ પાપુઆ ન્યૂ ગિનીની શરમજનક હાર, 10 બોલ બાકી રહેતા યુગાન્ડાનો વિજય


નવીદિલ્હી: T20 વર્લ્ડ કપની 9મી મેચ યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની વચ્ચે રમાઈ હતી. યુગાન્ડાએ આ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ટોસ જીત્યા બાદ યુગાન્ડાએ પપુઆ ન્યૂ ગિનીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાપુઆ ન્યુ ગિનીએ માત્ર 77 રન બનાવ્યા હતા. યુગાન્ડાએ માત્ર 18.2 ઓવરમાં આ સરળ સ્કોરનો પીછો કરી લીધો હતો. ટૂર્નામેન્ટમાં આ તેની પ્રથમ જીત છે. આ પહેલા તેમને ઓમાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.2 ઓવરમાં માત્ર 77 રન બનાવી શકી હતી. કોઇપણ ખેલાડી સારી ઇનિંગ રમી શક્યો નહોતો. ઓપનિંગ કરવા આવેલો એ 2 બોલમાં 0 રને આઉટ થયો હતો. ઉરા 6 બોલમાં 1 રન બનાવી શક્યો હતો. સેસે બાઉ 5 બોલમાં 9 રન બનાવી શક્યો હતો. લેગા સાકા અને હિરી હિરી અનુક્રમે 12 અને 15 રન બનાવીને આઉટ થયા હતા. આ રીતે પાપુઆ ન્યુ ગિનીની ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને 20 ઓવરમાં માત્ર 77 રન બનાવી શકી. યુગાન્ડા તરફથી કેપ્ટન મસાકાએ 1 વિકેટ લીધી હતી. જ્યારે અન્ય તમામ બોલરોને 2-2 વિકેટ મળી હતી.

હવે યુગાન્ડાનો પીછો કરવાનો વારો આવ્યો હતો. રોજર મુકાસાએ 0 રન બનાવ્યા હતા. જ્યારે સિમોન સાજીએ પણ 1 રન બનાવ્યો હતો, જ્યારે રોબિન્સન ઓબુયાના બેટમાંથી માત્ર 1 રન આવ્યો હતો. આ પછી રિયાઝત અલી શાહના બેટમાંથી સારી બેટિંગ જોવા મળી હતી. તેના બેટમાંથી કુલ 33 રન આવ્યા હતા. અલ્પેશ રામજાનીએ 8 રન બનાવ્યા હતા. જુમા મિયાગીએ 13 રન બનાવ્યા હતા. આ રીતે યુગાન્ડાએ આસાન વિજય નોંધાવ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution