T-20 વર્લ્ડકપની સુરક્ષામાં મોટી ભૂલ : ચાહક સુરક્ષા તોડીને રોહિત શર્મા પાસે દોડી ગયો

ન્યૂયોર્ક : ભારતે શનિવારે T20 વર્લ્ડ કપની પોતાની એકમાત્ર વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશને 60 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 182 રન બનાવ્યા બાદ બાંગ્લાદેશને નવ વિકેટે 122 રન પર રોકી દીધા હતા. ભારતની ફિલ્ડિંગ દરમિયાન, એક પાગલ ચાહક સુરક્ષા પ્રોટોકોલ તોડીને રોહિત શર્માની નજીક પહોંચ્યો હતો.જેને પોલીસે તરત જ પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દરમિયાન રોહિત શર્માનું રિએક્શન જોવા જેવું હતું, વાસ્તવમાં વાયરલ વીડિયોમાં રોહિત શર્મા પોલીસકર્મીને ચાહક સાથે સારું વર્તન કરવા અને તેમને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડવા માટે કહી રહ્યો છે. મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહ (40) અને શાકિબ અલ હસને (28) છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ટીમને ખરાબ હારમાંથી બચાવી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ બે-બે જ્યારે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution