સીરિયા: અમેરિકા અને રશિયાની સેના વચ્ચે અથડામણ, અમેરિકાના 4 સૈનિકો ઘાયલ

દામિશ્ક -

દુનિયાની બે મહાશક્તિઓ અમેરિકા અને રશિયાના સૈનિકોની વચ્ચે યુદ્ધગ્રસ્ત સીરિયામાં ઘર્ષણ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રશિયાના સૈનિકો ખૂબ જ ઝડપથી આગળ વઘી રહ્યા હતા અને તેમણે તેમના આર્મર્ડ વ્હીકલથી અમેરિકાના સૈનિકોને ટક્કાર મારી દીધી હતી. આ ઝપાઝપીમાં અમેરિકાના 4 સૈનિકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રશિયાએ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કર્યો હતો. 

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આ ઘટના 25 ઓગસ્ટ સવારે 10 વાગ્યાની છે. તેમણે જણાવ્યું છે કે, ઉત્તરપૂર્વ સીરિયામાં તેમના સૈનિકો અને રશિયાના સૈનિકો આમે-સામે આવી ગયા હતા. આ દરમિયાન વિવાદ થઈ ગયો અને રશિયાના આર્મર્ડ વ્હીકલને ટક્કરી મારી દીધી હતી. તેનાથી કેટલાક સૈનિકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તણાવ ઘટાડવા માટે અમે તે વિસ્તારમાંથી હટી ગયા છીએ. અમેરિકાએ જણાવ્યું છે કે, રશિયાની સેનાનો અસુરક્ષિત અને નોન પ્રોફેશનલ વલણ અમેરિકા અને રશિયાની વચ્ચે સંઘર્ષ રોકવા માટે બનાવવામાં આવેલા પ્રોટોકોલનું ઉલ્લંઘન છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution