કામની કમી, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, નેપોટિઝ્મ, ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલીવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને લઇને સહુ કોઇ દિગ્મુઢ થઇ ગયા છે. આ હાલત જોઇને મિઝોરમના પૂર્વ ગવર્નર અને સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે બોલીવૂડને ગાલીવૂડ કહ્યું છે.
તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ પર ચિંતા જતાવીને અમિતાભ બચ્ચનને હસ્તક્ષેપ કરવાની વિનંતી અને માંગણી કરી છે.
સ્વરાજ કૌશલે આ વાત પોતાના ટ્વિટર હેન્ડલ પર લખી છે. તેમણે લખ્યું છે કે, બોલીવૂડ ગાલીવૂડ થઇ ગયું છે. આપણે ક્યાં જઇ રહ્યા છીએ.
બીજા ટ્વીટમાં લખ્યું છે કે, અમિતાભજી તમે સોથી સિનિયર છો. મહેરબાની કરીને હાલાત સુધારવા માટે કાંઇક કરો, વધારે શું કહું ? રોજ તમાશો થઇ જોવા મળે છે સ્વરાજ કોશલની આ અપીલ પછી અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે. સામાન્ય રીતે બિગ બી બોલીવૂડના કોઇ પણ વિવાદ પર પ્રતિક્રિયા આપતા હોતા નથી. જોકે સુશાંતની આત્મહત્યા પછી તેમણે પોતાના બ્લોગ પર સુશાંતના આત્મહત્યાના પગલા પર પ્રશ્ર ઉઠાવ્યો હતો.