અયોધ્યા રામ મંદિર પરિષરમાં ગોળી વાગતાં તહેનાત જવાનનું શંકાસ્પદ મોત

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તહેનાત એક જવાનનું ગોળી લાગવાથી મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે ૫.૨૫ વાગે બની હતી. જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું અને તેની ઉંમર ૨૫ વર્ષની હતી. સૂત્રોએ જણાવ્યું કે ઘટના સમયે કોટેશ્વર મંદિરની સામે બનાવવામાં આવી રહેલા વીઆઈપી ગેટ પાસે જવાન તહેનાત હતો. રામ મંદિરનો મુખ્ય ભાગ અહીંથી માત્ર ૧૫૦ મીટર દૂર છે.

ઘટના સમયે શત્રુઘ્ન વિશ્વકર્મા પાસે વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ગોળી આગળથી જવાનના માથામાં કપાળ પર વાગી હતી. સાથી સુરક્ષા કર્મચારીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. હાલત ગંભીર બનતા તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ જવાનને મૃત જાહેર કર્યો હતો.સૈનિકના મોતથી મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આઈજી અને એસએસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. બનાવ સ્થળે તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી.સામેથી માથામાં ગોળી કેવી રીતે વાગી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જાેકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બધું સ્પષ્ટ થશે. સાથીઓએ જણાવ્યું કે ઘટના પહેલા શત્રુઘ્ન મોબાઈલ જાેઈ રહ્યો હતો. પોલીસે જવાનના પરિવારને જાણ કરી છે. પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. શત્રુઘ્ન વિશ્વકર્મા ૨૦૧૯ બેચનો હતો. તે આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતો. એસએસએફમાં પોસ્ટેડ હતો. મંદિરની સુરક્ષા માટે એસએસએફ ફોર્સની રચના કરવામાં આવી છે.આ વર્ષે ૨૬ માર્ચે રામજન્મભૂમિ સંકુલમાં કમાન્ડો રામ પ્રતાપને છાતીમાં ગોળી વાગી હતી. તે પોતાની છદ્ભ-૪૭ સાફ કરી રહ્યો હતો ત્યારે તેમાંથી ગોળી છુટી હતી. ગોળી ડાબી બાજુએ છાતીમાંથી પસાર થઈ હતી. લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.૨૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રામ જન્મભૂમિ સંકુલના રેડ ઝોનની સુરક્ષા માટે તહેનાત પીએસી જવાન કુલદીપ કુમાર ત્રિપાઠીનું ગોળી વાગવાથી મોત થયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution