ઈટાવા-
ઉત્તર પ્રદેશના સસ્પેન્ડેડ સબ ઈન્સ્પેક્ટર વિજય પ્રતાપની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. જેમાં તેમણે હિન્દુ દેવી-દેવતાઓ, વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી છે. જેથી ભાજપ જિલ્લા અધ્યક્ષ અજય ધાકરે અને અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાએ પોલીસ ફરિયાદ કરી છે.
સસ્પેન્ડેડ SIનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ડ્યૂટીના સમયે સબ ઈન્સ્પેક્ટર CA-NRC પ્રોટેસ્ટમાં સામેલ થયા હતા. આ સાથે જ પોલીસ કર્મી પર એક મંદિરની મૂર્તિ તોડવાનો આરોપ પણ લાગ્યો છે. આ ઉપરાંત વિજય પ્રતાપે પ્રથમ ASP આકાશ તોમર વિરુદ્ધ પણ ઘણા ટ્વીટ કર્યાં છે. આ કેસમાં પણ તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.