સુષ્મિતા સેને થ્રોબેક ફોટો સાથે મિસ યુનિવર્સનાં ૩૦ વર્ષની ઉજવણી કરી

અભિનેત્રી સુષ્મિતા સેન લગભગ ૩૦ વર્ષથી ભારતીય છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. દેશભરની છોકરીઓ પોતાનું જીવન પોતાની શરતો પર જીવવાના ઉદાહરણ માટે અને તેમના સપનાને અનુસરવાની પ્રેરણા માટે સુષ્મિતા તરફ જુએ છે. પરંતુ સુષ્મિતાએ બરાબર ૩૦ વર્ષ પહેલા આ સ્થાન હાંસલ કર્યું હતું, જેના કારણે તે ભારતમાં એક આઈકોન બની ગઈ હતી. ૨૧ મે, ૧૯૯૪ના રોજ, સુષ્મિતા મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. મંગળવારે સવારે સુષ્મિતાએ આ સિદ્ધિના ૩૦ વર્ષની ઉજવણી કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર, સુષ્મિતાએ મિસ યુનિવર્સ જીત્યા પછી એક થ્રોબેક ફોટો શેર કર્યાે જેમાં એક બાળકી તેના ખોળામાં જાેવા મળી રહી છે. તસ્વીર શેર કરતી વખતે સુષ્મિતાએ લખ્યું, ‘આ નાની છોકરી, જે હું અનાથાશ્રમમાં મળી હતી, તેણે મને ૧૮ વર્ષની ઉંમરે જીવનના સૌથી મીઠા પરંતુ સૌથી ઊંડા પાઠ શીખવ્યા, હું આજે પણ તેમના દ્વારા જીવું છું. આ કેપ્ચર કરેલ ક્ષણ આજે ૩૦ વર્ષની થઈ છે અને મિસ યુનિવર્સ પર ભારતની પ્રથમ જીત પણ છે! તેણીની નોંધમાં, સુષ્મિતાએ આગળ લખ્યું, ‘કેટલી અદ્ભુત સફર રહી છે અને હજુ પણ છે... હંમેશા મારી સૌથી મોટી ઓળખ અને શક્તિ હોવા બદલ ભારતનો આભાર!’ વિશ્વભરમાં તેના ચાહકો, મિત્રો, પરિવાર અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં સુષ્મિતાએ લખ્યું, ‘જાણો કે તમારામાંથી દરેકે મારું જીવન બદલી નાખ્યું છે અને મને એવી રીતે પ્રેરિત કરી છે જે કદાચ તમે ક્યારેય જાણતા નથી. હું તમારો પ્રેમ અનુભવું છું. આભાર. કેવું સન્માન!’ નોટના અંતમાં સુષ્મિતાએ તેના તમામ ચાહકોને ‘આઈ લવ યુ’ પણ કહ્યું હતું. સુષ્મિતાના વર્ક ળન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ ‘આર્ય - લાસ્ટ વોર’ના ફિનાલેમાં જાેવા મળી હતી. આ શોમાં તેની સાથે ઈલા અરુણ, સિકંદર ખેર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, વિકાસ કુમાર, માયા સરાવ અને ગીતાંજલી કુલકર્ણી જેવા કલાકારોએ કામ કર્યું છે. સુષ્મિતાએ પોતાની વેબ સિરીઝથી એક્ટિંગમાં પુનરાગમન કર્યું છે અને તેના કામને પણ પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ જનતા તેને ફરીથી મોટા પડદા પર જાેવાની રાહ જાેઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution