બોલિવૂડ એક્ટરના અંતિમ સંસ્કાર આજે (૧૫ જૂન)ના રોજ મુંબઈમાં કરવામાં આવશે. પિતા કેકે સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસી લગાવી હોવાની વાત સામે આવી છે. વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આનાથી શરીરમાં ઝેર છે કે નહીં તેનો ખ્યાલ આવશે. ૩૪ વર્ષીય સુશાંતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટ મળી આવી નથી.
અપડેટ્સ પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી આવી છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તે છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. લાકડાઉનને કારણે તે ડોક્ટર પાસે જઈ શક્યો નહીં. સુશાંતના મામાએ આ અંગે ન્યાયિક તપાસની માગણી કરી છે. જનઅધિકારી પાર્ટીના નેતા તથા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ઝ્રમ્ૈં તપાસની માગણી કરી છે. સૂત્રોના મતે, સુશાંતે શનિવારે રાત્રે ૧૨.૪૫ વાગે પોતાના એક એક્ટર મિત્રને ફોન કર્યો હતો. જોકે, તેમણે રિસીવ કર્યો નહોતો. રવિવારે સવારે સુશાંત ઉઠ્યો અને નવ વાગે તેણે જ્યૂસ પીધો. ત્યારબાદ મુંબઈમાં જ રહેતી પોતાની બહેનને ફોન કર્યો હતો. પછી બેડરૂમમાં જતો રહ્યો હતો. બપોરે ૧૨.૩૦ વાગે કુકે લંચ માટે અનેકવાર દરવાજો ખખડાવ્યો હતો. મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ ના આવતા તેની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. બહેન આવી પછી ચાવીવાળાની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બે વાગે પોલીસને માહિતી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં સુશાંતની ડેડબાડીની તસવીરો વાઈરલ થઈ હતી. મહારાષ્ટ્ર પોલીસના સાઈબર સેલે ચેતવણી જાહેર કરી છે. સાઈબર સેલ તરફથી કહેવામાં આવ્યું છે કે સુશાંતની ડેડબાડીની તસવીરો શૅર કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.સુશાંતના કઝિન ભાઈ નીરજે કહ્યું હતું કે ફિલ્મ ના મળવી તે આત્મહત્યાનું કારણ હોઈ શકે નહીં. સુશાંત કોઈ પણ રીતે નાણાકીય તંગીમાંથી પસાર થતો નહોતો. નીરજે એમ પણ કહ્યું કે સુશાંતના લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થવાના હતાં.
સુશાંતના મોત પાછળ કોની ચાલ છે એ હું જાણું છુંઃ શેખર કપૂરનો ધમાકો
સુશાંતસિંહ રાજપૂતનાં મોતથી ઘણા વણઉકેલાયેલા પ્રશ્નો પાછળ રહી ગયા છે. અભિનેતા, દિગ્દર્શકો સહિત બોલિવૂડની દુનિયા સુશાંતના મોત પર દુઃખી છે. ૩૪ વર્ષની ઉંમરે અભિનેતાના મોતને ભેટે એ વાત કોઈ સમજી શકેતું નહીં. દરેક જણ પોતાની પ્રતિક્રિયા આપી રÌšં છે. હવે અભિનેતા અને દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું છે કે અભિનેતાની આત્મહત્યા ખૂબ પીડાદાયક છે. શેખર કપૂરે ટ્વીટ કર્યું કે, ‘તું જે પીડા અનુભવી રહ્યો છે તેનો મને અહેસાસ હતો. જે લોકોએ તને કમજાર બનાવ્યો અને તું મારા ખભા પર માથું રાખીને રડતો હતો એ લોકોની કહાની હું જાણું છું. મારી ઈચ્છા હતી કે હું છેલ્લા ૬ મહિના તારી સાથે હોત. કાશ તે મારી સાથે વાત કરી હોત. જે કંઈ પણ થયું તે તારા કર્મો નથી, કોઈ બીજાની હરકતો છે. શેખરની આ પોસ્ટ ઘણી ચીજા તરફ ઇશારો કરી રહી છે. ચર્ચા મુજબ સુશાંત કામ નહીં આપવા બદલ ઈન્ડસ્ટ્રીના ટોચના ડાયરેક્ટરોથી પરેશાન હતો. એવી પણ ચર્ચા છે કે કેટલાક મોટા બેનરોએ સુશાંતના કામ પર પ્રતિબંધ મૂક્્યો હતો. તેનો કોઈની પાસે પુરાવો નથી. શેખર કપૂર અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘પાની’ માં સાથે કામ કરવાના હતા. કાન્સ ફિલ્મ ફેÂસ્ટવલમાં પણ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ યશરાજ બેનરે હાથ પાછો ખેંચી લેવાના કારણે ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં ગઈ હતી. એવા અહેવાલો હતા કે શેખર આ ફિલ્મ ઋતિક રોશન સાથે બનાવવા માંગે છે પરંતુ આશુતોષ ગોવારિકરના મોહેંજાદારોને કારણે ઋતિક આ પ્રોજેક્ટનો ભાગ બની શક્્યો નથી. આ સિવાય શેખર આ ફિલ્મમાં એક હોલિવૂડ સ્ટારને કાસ્ટ કરવા માંગતો હતો, પરંતુ અંતે તેણે સુશાંત સિંહ રાજપૂતની પસંદગી કરી. શેખર કપૂરે એમ પણ કÌšં કે, સુશાંતે આ પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત
કરી હતી.
૨૦૧૮ બાદ સુશાંતે કોઈ ફિલ્મ સાઇન કરી ન હતી
છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ લોકડાઉનને કારણે રીલિઝ થઈ શકી નહીં
ટીવીથી બોલિવૂડ અભિનેતા બનેલા સુશાંત સિંહ રાજપૂતનું નિધન થઈ ગયું છે. ૩૪ વર્ષના સુશાંતે બાંદ્રા (મુંબઈ) સ્થિત પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા’ છે જે લોકડાઉનના કારણે થિયેટરોમાં રિલીઝ ન થઈ શકી. તે ઉપરાંત તેની પાસે અત્યારે કોઇ ફિલ્મો નહોતી. કાસ્ટિંગ ડાયરેક્ટરથી ફિલ્મ ડાયરેક્ટ બનેલા મુકેશ છાબડાએ આ ફિલ્મની જાહેરાત માર્ચ ૨૦૧૮માં કરી હતી. આ સાથે તેમણે નિર્દેશકની દિશામાં કામ શરૂ કર્યું છે. ૨૦૧૨માં આવેલી જ્હોન ગ્રીનની નોવેલ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ પર આધારિત આ ફિલ્મમાં સુશાંતની અપોઝિટ