સુશાંત કેસ : રાહિલ વિશ્રામ સહિત ૫ ડ્રગ્સ પેડલર્સ એનસીબીની ઝપેટમાં

મુંબઈ

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એનસીબીએ  મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે. આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. એનસીબી તેની પાસેથી રૂપિયા ૪.૫ લાખ રોકડા પણ કબજે કર્યા હતા.

તે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં સામેલ અન્ય પેડલરો સાથે સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટરએ આ માહિતી આપી છે.રાહિલ વિશે કહેવામાં આવી રહ્ય્šં છે કે તેનો બોલિવૂડ સાથે સંબંધ છે અને તે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુરુવારે હાથ ધરવામાં આવેલા દરોડામાં એનસીબી ડ્રગ્સના ત્રણ જુદા જુદા સિન્ડિકેટ્‌સનો પર્દાફાશ કર્યો છે.

અન્ય લોકો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. એનસીબી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ જાહેર થઈ શકે છે. રિયાના ભાઈ શૌવિકે પહેલા પણ ઘણા લોકોના નામ જાહેર કર્યા છે. જાેકે, દ્ગઝ્રમ્ દ્વારા હજી સુધી કોઇને સમન્સ મોકલવામાં આવ્યું નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution