ખેરાલુ : વડનગર શહેરમાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે રેડ કરતો ડોક્ટરો માં ફફડાટ વ્યાપી ગયો હતો વડનગર શહેરમાં આવેલી ભાવના હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમે ઓચિંતી રેડ કરી તપાસ કરતો હોસ્પિટલમાં રેકર્ડની નિભાવ અંગેની જોગવાઇઓમાં ભંગ થતો હોવાનું માલુમ પડતાં હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન નિયમોના આધારે સીલ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલના ડોક્ટરની નોટિસ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગની કાર્યવાહીના પગલે ડોક્ટરો માં ફફડાટ વ્યાપી ગયો હતો
વડનગર શહેર માં આવેલી ભાવના હોસ્પિટલમાં બનાસકાંઠા જિલ્લાના એક દર્દીની તપાસ અંગે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા સોનોગ્રાફી ને લગતું રેકર્ડ નિભાવવામાં નિષ્ફળ હોવાની પ્રાથમિક તબક્કે અધિકારીને ધ્યાને આવતાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર ને નોટિસ પાઠવી ખુલાસો કરવા અંગે જણાવાયું હતું.