સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગર શહેરનાં ટી.બી. હોસ્પિટલ પાછળ મેલડીપરામાં પ્રેમ સંબંધનાં મામલે યુવાનની પ્રેમિકાના ભાઈએ તિક્ષ્ણ હથીયાર વડે મારમારી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ મેલડીપરામાં રહેતો ચેતન ભરતભાઈ સોનેસા નામના ૧૮ વર્ષિય યુવાનના આનંદનગરમાં રહેતો હર્ષ જાદવજી મેમકીયા નામના શખ્સો પ્રેમ સંબંધના મામલે ધારીયા વડે મારમારી હત્યા નિપજાવ્યાની મૃતક ચેતનના પિતા ભરતભાઈ સોનેસાએ સીટી એ ડીવીઝન મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચેતન સોનેસા અને આરોપી હર્ષ મેમકીની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે અંગે બંને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી હર્ષ મેમકીયાએ ધારીયા વડે ચેતન સોનેસા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વાય.એસ. ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી લેવા દોડધામ આદરી છે.