સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગર જિલ્લામાં બે જુથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. ચોટીલા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મળતી માહિતી મુજબ જૂના ઝઘડાને કારણે ચોટીલા વિસ્તારમાં બે જૂથોના લોકો આમને-સામને આવી ગયા હતા. હિંસક હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે ફૈઝલ તેનો ભત્રીજો હતો.
તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે જુબેલા બેનની હાલત નાજુક છે. ઝઘડો કોઈ કારણસર થયો હતો. આ સમયે આ અંગે કોઈ માહિતી નથી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.