સુરત-
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઉતરાયણ પર્વ દરમિયાન અગાસી પરથી પટકાવવાના, ગળા કપાવવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ઉતરાયણ પર્વ પહેલા સામે આવ્યો છે. સુરતના પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર કલાકે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. જે દરમિયાન સામેના ઘરના બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો, પરંતુ પતંગ ચગાવતા સમયે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો.
સુરત શહેરના પુણા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ એક 5 વર્ષીય બાળક બીજા માળેથી પટકાયો હતો. જેથી પરિવારના સભ્યો તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગયી હતી.