સુરત-
ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ગુજરતી તાપી નદીમાં દૂષિત પાણી જાય. પરંતુ સુરત શહેરમાં હવે આ જાેવા નથી મળતું. કારણ કે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે. સાથે તાપી નદીમાં જેટલા ૪૬ આઉટલેટ હતા તેને બંધ કરી દેવાયા છે. તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણી ને જવા દેતી હોય છે. સિંગણપોર ખાતે જે સ્ટોરેજ પ્લાન્ટ છે ત્યાંથી તાપી નદીનું પાણી આખા સુરતમાં આપવામાં આવે છે. પાણી દૂષિત ન થાય આ માટે કાર્યવાહી કરવામાં આવે છે.
ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપી નદીમાં જે દૂષિત પાણી આવતું હતું, તે વોટર રિસાયકલ ના કારણે આવતું નથી.સુરતમાં તાપી નદી ૮૫ કિલોમીટર સુધી પસાર થાય છે. સિંગણપોર સુધી ૩૩ કિલો મીટરની લંબાઈ છે અને તેના ઉપરનો જે ભાગ છે તેને દૂષિત પાણી રહિત પાણી તાપી નદીમાં પડે આ માટે ખાસ પ્રોગ્રામિંગ તૈયાર કરવામાં આવી છે જેથી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધ થાય અને શુદ્ધ ગુણવત્તાનો પાણી મળી રહે. સીએટીપી તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર કોઈપણ રીતે તાપી નદીમાં ન જાય આ માટે સીએટીપી મારફત શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ડ્રેનેજ અને સુએજના પાણી તાપી નદીમાં ન જાય આ માટે કાંઠા ઉપર અલગ અલગ જગ્યાઓ પર એસબીઆર ટેકનોલોજીથી એસ.ટી.પી સેકન્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને દિવસોમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી રિસાઇકલ કરવામાં આવે છે.