સુરત : ખેડૂતોના સમર્થનમાં " આપ " દ્વારા પ્રતિક ઉપવાસ

સુરત-

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મંજુર કરાયેલા 3 કૃષિ વિધેયકો વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિધેયકો કોઈ પણ કાળે રદ કરવામા નહીં આવે,તો સામા પક્ષે ખેડૂતો આ કાયદાઓ રદ કરવાની માંગ સાથે દેશભરમાં આંદોલનને વેગ આપી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષો આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. આ આંદોલન આજે સોમવારે 19માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે, આમ આદમી પાર્ટીએ પણ દેશવ્યાપી સમર્થન આપ્યું છે.અંતર્ગત સુરત શહેરના યોગી ચોક પર આવેલા આપના મુખ્ય કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરી ખેડૂતોને આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખ હડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે, તે પોતે ભૂખહડતાળ પર બેસશે.જેથી આપના કાર્યકરો પણ ભુખ હડતાળ પર ઉતર્યા છે.ત્યારે સોમવારે સુરતમાં આપના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોની લડત સાચી છે અને આથી, અમો જ્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે ત્યાં સુધી અમે તેમનું સમર્થન કરીશું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution