સુરત-
સુરતમાં ઘણા સમયથી નશીલા પદાર્થનુ વેચાણ ખુબ થઈ રહ્યું છે. આવા સમયે જ સુરત SOG પોલીસે, લાલગેટ વિસ્તારમાં દરોડા પાડી, ચરસનું વેચાણ કરતી એક મહિલાને પકડી પાડી છે. પોલીસના હાથે ઝડપાયેલી મહિલા પાસેથી પોલીસે 502 ગ્રામ ચરસ ઝડપ્યુ છે. મહિલાના પતિ પણ આ વેચાણમાં સંડોવાયેલ હોવાને લઈને, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી મહિલા ચરસ ક્યાંથી લાવતી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે, લાલગેટ વિસ્તારમાં આવેલ સૈયદપુરા અદરૂસા દરગાહની સામે, સાદત એપાર્ટમેન્ટમાં રહેતી ફરજાનાબેન નીયાઝઅલી ઉર્ફે નગ્ન લુકમાન સૈયદ, તેના પતિ સાથે ચરસનો ધંધો કરે છે, આ બાતમીના આધારે પોલીસે મહિલાના ઘરે દરોડા પાડી મહિલા બેડરૂમના ટેબલના ખાનામાં સંતાડેલ નશાકારક પદાર્થ ચરસનો 502 ગ્રામનો જથ્થો, જેની કિંમત .50, 200 તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 55,200 સાથે ઝડપી પાડી હતી.