સુરત-
સુરતમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. કતારગામની ધોરણ ૧૦ની વિદ્યાર્થિની ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે સગીરા પર દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે. સગીરાનું તેના ચાર પ્રેમીઓએ શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સુરતના કતારગામની ૧૫ વર્ષીય સગીરા ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
તેની માતા ૨૦૦૯માં તેના પિતાથી અલગ થઈ હતી. ત્યાર બાદ કેટલીક વખત તેની માતા તો કેટલીક વખત તેના પિતા સાથે રહેતી હતી. ૩૧ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ સમગ્ર હકીકત પૂછતાં કિશોરીએ સમગ્ર બાબત જણાવી હતી. જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.