CMના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા શખ્સની સુરત પોલીસે કરી ધરપકડ

સુરત-

શહેરમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય ઘણી બધી અફવાઓ સતત ફેલાઈ રહી છે. સુરતના કિશન રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી બગાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો તેમજ લોકોમાં ગભરાટ ફેલાય તેવું કૃત્ય કરતા યુવકને ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચની IT ટીમ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી રહી છે. કોરોનાને લઇ કોઈપણ પ્રકારની અફવાના પગલે આ માટે તકેદારી રાખવામાં આવી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ પહોંચે તે પ્રકારનો વીડિયો એક શખ્સ દ્વારા મૂકવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર gujju_smilly આઈડી યુઝર કિશન રૂપાણીએ મુખ્યપ્રધાનની છબી ખરડાય તે માટે ઇરાદાપૂર્વક વીડિયો એડિટિંગ કરીને મૂક્યો હતો. જેની ઉપર ક્રાઇમ બ્રાન્ચની નજર પડી અને આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution