સુરત-
દિવાળી બાદ કોરોનાનું સંક્મ્રણ વધતા રાતે કફર્યુ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ તંત્ર દ્વારા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો છે. તંત્ર સતત લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. તેમજ હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સમગ્ર કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું અને અલ્પેશને લોકો ખભે બેસાડી લીધો હતો. તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ ગયી હતી. પોલીસે અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી સહીત ત્રણ લોકોની અટકાયત કરી લીધી હતી.
પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી સહીત ત્રણ લોકોની અટકાયત કરી લીધી હતી. પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે બીજેપીના કાર્યક્રમો વખતે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. અમે પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. પરંતુ કાયદાઓ બધા માટે સરખા જ હોવા જોઈએ. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ ગયી હતી. પોલીસે અલ્પેશ કથીરિયા, પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણી, ફાર્મ હાઉસના માલિક સહિતનાઓની અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત તે વિસ્તારના 4 કોન્સ્ટેબલ અને એ.એસ.આઈ. સસ્પેન્ડ કરાયા છે. આ મામલે જાહેરનામાના ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સુરત જીલ્લા એસ.પી.ઉષા રાડાએ જણાવ્યું હતું.