સુરત-
પુણા પોલીસને આરોપી હરેશભાઈ જાદવભાઈ બોધરા તથા અલ્પેશભાઈ અસોદરિયાની મહિન્દ્રા મીનીવાનમાંથી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સુમૂલ શુદ્ધ ઘી 1 લિટરના 10 નંગ પાઉચ સાથે કુલ 300 નંગ પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા દોઢ લાખ હતી. સુમૂલ ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના આસીસ્ટન્ટ જનરલ મેનેજર મનીષ ભટ્ટ સાથે એસએમસી અધિકારીઓને બોલાવતા ફૂડ સેફટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ તથા તેમની ટીમ અને પુણા પોલીસની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પ્લાસ્ટિકના ડબ્બામાં પાઉચોમાં ભરેલા સુમૂલ ડેરીનું ડુપ્લીકેટ ઘી તથા અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી કુલ 1891 લીટર જેની કિંમત 12.31 લાખ તથા વનસ્પતિ ઘી તથા તેલ મળી કુલ 1725 લીટર જેની કિંમત બે લાખથી વધુ અને રૂપિયા 74000 મળી આવ્યા હતા. આ સિવાય મહિન્દ્રા વાનની કિંમત એક લાખ તથા અન્ય પરચૂરણ સામાન મળી કુલ 18.98 લાખની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.સુરતમાં ફરી એક વખત ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે. પુણા પોલીસે દરોડા પાડી ડુપ્લીકેટ ઘી જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન કુલ રૂપિયા 18.98 લાખનો માલ સીઝ કરાયો છે. જ્યારે બે લોકોની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. છેલ્લા એક વર્ષ નકલી ઘી બનાવી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવતું હતું.