સુરત-
સર્વપ્રથમવાર જૈન સમાજ દ્વારા ભાજપના કોઈ પ્રદેશ પ્રમુખનો રજતતુલાથી સન્માન આપવામાં આવશે. ભાજપ શાસનકાળનાં ઇતિહાસમાં બીજીવખત સુરત શહેરને ગૌરવવંતુ ગુજરાત ભાજપ અધ્યક્ષપદ મળતા સી.આર.પાટીલનું સન્માન કરાશે. 100 થી વધુ કિલો ચાંદી દ્વારા સી.આર.પાટીલની રજતતુલા થશે. આ કાર્યક્રમમાં સુરતના તમામ જૈન ઉદ્યોગપતિઓ હાજર રહેશે. રજતતુલાની સુરતની 50 જેટલી જૈન સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. અધ્યક્ષનું બહુમાન પણ કરાશે. શહેરના માત્ર 150 જેટલા આમંત્રિતો મહેમાનોની હાજરીમાં રજતતુલા થશે. આ કાર્યક્રમનું muktitilak યુ ટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થશે. રજતતુલા અભિવાદન સમારોહ સમિતિના કન્વીનર જૈન અગ્રણી તેમજ અનેક ટ્રસ્ટ, જૈન સંસ્થાઓના ટ્રસ્ટી તથા અનેક જૈન કાર્યક્રમના ઉદઘોષક સુરેશ ડી. શાહે જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનું સન્માન અમો એટલા માટે કરીએ છીએ કે, તેઓ ઓછું બોલીને કામ બધું કરવાવાળા છે. સી.આર.પાટીલનું વ્યક્તિત્વ જ એવું છે કે, નાનામાં નાનો માણસ પણ એમને પાસે આવે તો સરસ રીતે એનું કામ કરી આપે છે. આ વ્યક્તિની સાથે તેમના વ્યક્તિત્વનું સન્માન છે. જૈન ધર્મ હંમેશા કહે છે "ગુણીના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ." એ ન્યાયે આવા ગુણવાન વ્યક્તિઓનું સન્માન થવું જ જોઈએ.
ભાજપ શાસનકાળનાં ઇતિહાસમાં બીજીવાર સુરત શહેરને ગૌરવવંતુ ગુજરાત બનાવવા સી.આર.પાટીલને ભાજપ અધ્યક્ષપદ મળતા 100 થી વધુ કિલો ચાંદી દ્વારા તેમનુ સન્માન કરાશે.