સુરત: BJP 93 બેઠક પર અને AAP 27 બેઠક પર મેળવી જીત, તો..શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ

સુરત-

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને ૯૩ બેઠક પર અને આપને ૨૭ બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર ૧,૬,૮,૧૦,૧૪,૧૧,૧૨,૧૫,૧૮,૧૯,૨૧,૨૨,૨૩,૨૪,૨૫,૨૭ અને ૨૯માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર ૨,૩,૪,૫,૧૬ અને૧૭માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution