સુરત-
સુરતના અમરોલી વિસ્તારમાં જીમ ટ્રેનર એ 14 વર્ષની કિશોરી સાથે જીમ ટ્રેનિંગ દરમિયાન કર્યા હતા શારીરિક અડપલાં જેને લઈને કિશોરીએ માતા પિતાને સમગ્ર ઘટના જણાવતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને ફરિયાદ ના આધારે પોલીસે જિમ ટ્રેનરની ધરપકડ કરી હતી
અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે 14 વર્ષય કિશોરી એક જીમમાં કસરત કરવા જતી હતી ત્યારે એ જ જિમમાં જિમ ટ્રેનર તરીકે 20 વર્ષય ઉમર ફારૂક આ કિશોરી ને ટ્રેનિંગ આપતો હતો આ નરધામ જિમ ટ્રેનર ની દાનત કિશોરી પર બગડી હતી અને તે ટ્રેનિંગ આપતી વખતે તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગયો હતો પેહલા તો કિશોરી ને કઈ ખબર નહીં પડી પણ ધીરે ધીરે આ નરધામ તેની વિકૃતા ની હદ વતાવવા પગ્યો હતો અને કિશોરીના મોબાઈલ પર ફોન કરવા લાગ્યો હતો અને કિશોરી જ્યારે જિમ માં ટ્રેનિંગ લેવા જાઈ ત્યારે તેની હદ વટાવતો ત્યારે જ કિશોરી ને કઈ ખોટું થઈ રહ્યું છે તેવું માલુમ પડતા તેણે તેના માતા પિતા ને વાત કરી માતા પિતા એ તરત જ હરરક્ત માં આવી પોલીસ નો સહારો લીધો જ્યાં અમરોલી પોલીસએ આ નરધામ વિરુદ્ધ છેડતીની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી હતી