સુરત-
સુરત શહેરની વરાછા વિસ્તારમાં ભાજપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રધાન હકુભા જાડેજા, કુમાર કાનાણી, મેયર જગદીશ પટેલ, વિ.ડી ઝાલાવાડિયા, દર્શના જરદોશ, કાંતિભાઈ બલર, ઘોઘારી સહીતના નેતાઓની હાજરીમાં પ્રજા સાથે દ્રોહ કરનાર નેતા જે.વી કાકડિયા વિરોધ કરવા માટે ઈંડા ફેંકવામાં આવ્યા છે.
જે.વી.કાકડિયા કોંગ્રેસમાંથી નીકળી ભાજપામાં જોડાયા હતા. તેથી પક્ષ પલટુ નેતાઓ પ્રજાના સાથે દગાબાજી કરી રહ્યા હોવાની વાત કરી પાસના કાર્યકર્તાઓ દ્વારા સભામાં ઈંડા ફેંકવામાં આવ્યા હતા. ઈંડા ફેંકવામાં આવતા સ્ટેજ પર ઉપસ્થિત સી.આર.પાટીલ, દર્શના જરદોશ સહીતના નેતાઓ સ્ટેજ છોડી દીધુ હતું. સ્ટેજ છોડતી વેળાએ એક ઈંડું સી.આર પાટીલના પગ પાસે પણ પડ્યું હતું.
સભામાં 7થી વધુ ઈંડા ફેંકવામાં આવ્યા હતા પરંતુ જે.વી કાકડિયાએ નિવેદન આપ્યું હતું કે સભામાં ફક્ત એક જ ઈંડું ફેંકવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચારથી પાંચ પાસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ પાસના કન્વીનર ધાર્મિકએ વીડિયો વાયરલ કર્યો હતો.વિડીયો વાયરલ કરી આરોપ લગાવ્યો હતો કે, ભાજપની સભામાં જમણવાર ચાલી રહ્યું હતું. હાલ નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે. જેમાં લોકો માતાજીની આરાધના કરે છે. સરકારે કોરોનાને લઇ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, તો પછી આ રાજકીય સભાઓ કેમ થઇ રહી છે. શું ? સરકાર પ્રજાને તો મુર્ખ બનાવી જ રહી છે.