બારડોલી-
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વધુ એક રાજકીય પક્ષના આગેવાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરીને કોરોના થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન મહિલા કોંગ્રેસ અગ્રણીનું મોત નિપજ્યું છે. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓની તબિયત વધુ ખરાબ થતા તેમનું મોત નીપજ્યું હતું. બારડોલી તાલુકાનાં મઢી બેડી ફળિયામાં રહેતા મીનાબેન ચૌધરી ગત ટર્મમાં સુરાલી બેઠક પરના જિલ્લા પંચાયત સભ્ય પણ હતા. તેમના નિધનથી જિલ્લા કોંગ્રેસમાં ઘેરો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.