સુરત: ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત-

પોલીસે સુરતની કુખ્યાત 'વિપુલ ગાજીપરા ગેંગ' સામે GCTOC કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી સહિતના 30 ગુના પહેલાથી જ નોંધાયેલા છે. માનવામા આવી રહ્યું છે કે, આ દક્ષિણ ગુજરાતનો પ્રથમ કેસ છે અને તેનો મુખ્ય આરોપી વિપુલ ડહ્યાભાઇ ગાજીપરા તથા ડેનિશ નાનો ( ડેનિયો ) રમેશચંદ્ર બિલાડાવાળાને પોરબંદર જેલમાં મોકલવામાં આવ્યા છે. વિપુલ ગાજીપરા ગેંગના 4 આરોપીઓ ઉપર પાસા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ ગેંગ સામે GCTOC કાયદા અંતર્ગત ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ અને અટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ઉજ્વલદીપ યૂડી, બ્રિજમોહનસિંગ અને અર્જુનકુમાર અરવિંદકુમાર સતનારાયણ પાંડેને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ ગેંગમાં કુલ 10 લોકો છે. આ તમામ સાગરીતો દ્વારા શહેરના ડી.સી.બી, લાલગેટ, કાપોદ્રા, વરાછા, સરથાણા, ખટોદરા, કતારગામ, રાંદેર, અમરોલી, ઉમરા અને અઠવાલાઇન્સ આ તમામ પોલીસ સ્ટૅશનોમાં ગુનાઓ નોંધાયા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગ અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો પ્રથમ GCTOC એક્ટ હેઠળનો કેસ વિપુલ ગાજીપરા ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution