સુરત-
ACBને એક જાગૃત નાગરિક દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે," તેઓ ભાગીદારી પેઢી ધરાવે છે. તેમની 2015-16ના GST રિટર્ન ભર્યું ના હોવાથી તેમનું GST વિભાગ દ્વારા તેમનો GST-નંબર બંધ કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ તેઓની પેઢીનો GST-નંબર ફરી ચાલુ કરવા માટે GST વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશ્નર નરસિંહ પાંડોરને આ અંગે ચર્ચાઓ કરી હતી. આ બાબતે કમિશ્નરે પોતાના જ એક ઓળખીતા વકીલ જેઓ ટેક્ષ અને કન્સલટન્ટનું કામ કરતા હોવાથી તેમને મળીને તેમને ફરિયાદીનું નામ આપી ફાઈલ તૈયાર કરાવા માટે કહ્યું હતું. ફરિયાદીનો પેઢીનો GST-નંબર ચાલુ કરવા માટે વકીલે ફરીયાદી પાસે 2,00,000 રૂપિયાની માંગણી કરી હતી. રકમ ઘણી મોટી હોવાને કારણે ફરિયાદીએ કમિશ્નનો કહીને તેને ઓછી કરવા કહ્યું હતું અને છેલ્લા 1 લાખમાં નક્કી થયું હતુ. ફરિયાદી દ્વારા વકીલને તેમની GST-નંબર ફરી ચાલુ કરવા માટે વકીલ દ્વારા બનાવેલી ફાઈલ GST વિભાગમાં સબમિટ કરવા માટે 50,000 આપી દીધા હતા.ફાઈલ સબમીટ થતા ફરિયાદીએ GST વિભાગના કમિશનર દ્વારા ફરિયાદીને એમ કહેવામાં આવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપથી બાકીના રૂપિયા વકીલ કિશોરભાઈને જમા કરાવી દેજો જેથી તમારો GST NO ચાલુ થઇ જશે. સુરતમાં એક પેઢીના માલિકનો GSTનંબર બંધ થઈ ગયો હતો જેને લઈને તેમણે GST વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશ્નર સાથે વાત કરી હતી. આ બાબતે કમિશ્નરે એક વકિલ સાથે તેમની ઓળખાન કરાવી હતી અને તે વકિલે પેઢીના માલિક પાસે 2 લાખની માંગણી કરી હતી. પેઢી માલિકને આ બાબતે છેતરપિંડીની ગંધ આવતા તેમણે ACBમાં ફરીયાદ કરી હતી. ACBએ છટકુ ગોઢવીને 2 વ્યક્તિની ધરપકડ કરી હતી અને બાદમા વકિલ અને કમિશ્નરની પણ ધરપકડ કરી હતી.