સુરત-
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.21 અને 28ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.21મી ફેબ્રુ.એ સવારના 7 થી સાંજના 6 કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં 18,17,238 પુરૂષ અને 14,70,999 સ્ત્રી મતદારો મળી કુલ 32,88,352 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડનં. 2 માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 1,73,515 મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ 1052 મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.15 માં 84,646 મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ 1008 મતદારો થાય છે.