સુરત-
સુરતમાં સાયબર ક્રાઈમનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી તેના સગા સંબંધીઓને બીભત્સ મેસેજ કરનારા શખ્શને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેને તીન પત્તી ગેમ રમવાનો શોખ છે. જેથી મહિલાના એકાઉન્ટમાં પોઈન્ટ વધારે હોવાથી તેનું એકાઉન્ટ હેક કર્યું હતું. અને બાદમાં બીભત્સ મેસેજ કર્યા હતા. સુરતમાં રહેતી મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. બાદમાં તેના એકાઉન્ટમાંથી તેના જ સગા સંબંધી અને મિત્રોને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે તેના મિત્રોએ મહિલાને જાણ કરતાં મહિલાએ આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પાસોદરા ખાતે રહેતા અને અભ્યાસ કરતા મેહુલ દિનેશ ખુંટની ધરપકડ કરી હતી. સુરતમાં સાયબર ક્રાઈમનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી તેના સગા સંબંધીઓને બીભત્સ મેસેજ કરનારા શખ્શને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેને તીન પત્તી ગેમ રમવાનો શોખ છે. જેથી મહિલાના એકાઉન્ટમાં પોઈન્ટ વધારે હોવાથી તેનું એકાઉન્ટ હેક કર્યું હતું અને બાદમાં બીભત્સ મેસેજ કર્યા હતા.