સુરત-
શહેરના સીટીલાઈટ નુપુર હોસ્પિટલ પાસે રહેતા મીલ માલીકે તેના ઘરમાં વીસ દિવસ માટે રૂપિયા 15 હજારના પગાર ઉપર સાફ સફાઈના કામ માટે રાખેલો નોકરે નોકરીના દસામાં દિવસે મોકો જાઈને બે કબાટની તિજારીમાંથી રોકડા 6 લાખ સાફ કરી રફુચક્કર થઈ ગયો હતો. ઘરમાંથી નોકર લાખો રૂપિયા ચોરી કરી નાસી જતા દોડતા થયેલા મીલ માલીકે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોઁધાવા માટે ગયો ત્યારે મોબાઈલમાં નોકરનો આધારકાર્ડ બતાવતા પોલીસે ફોટો જાઈ નોકર અગાઉ ચોરીમાં પકડાયો હોવાનુ બહાર આ્વ્યું હતું પોલીસïે મીલ માલીકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીટીલાઈટ નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય રાધેશ્યામ રામકિશન ગર્ગ ડાંઈગ મીલ ચલાવે છે. રાધેશ્યામની પત્નીએ ગત તા મીના રોજ તેમના ઓળખીતા વિક્કી નામના વ્યકિત મારફતે ઘરમાં જયંતી ઉર્ફે કમલેશ ખેનમલ ઓસ્વાલને 20 દિવસ માટે રૂપિયા 15 હજારના પગાર ઉપર ઘરમાં સાફ સફાઈના કામ માટે નોકરી તરીકે રાખ્યો હતો.
જયંતી ઉર્ફે કમલેશને મકાનમાં જ નીચે આવેલાં રૂમમાં રહેવા માટે આપ્યો હતો દરમિયાન ગઈકાલે પોણા બાર વાગ્યાથી બાર વાગ્યાના સમયગાળમાં રાધેશ્યામભાઈ મીલ ઉપર હતા અને તેની પત્ની મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનમાં હતા. જયારે ઘરકામ કરતા ગીતાબેન ન્હાવા માટે ગયા હતા તે દરમિયાન મોકાનો લાભ ઉઠાવી જયંતી ઉર્ફે કમલેશે બીજા માળે આવેલા રાધેશ્યામના બેડરૂમના કબાટમાંથી 50 હજાર, પત્નીના કબાટમાંથી 50 હજાર અને લોકરમાંથી રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 6 લાખ ચોરી કરી નાસી ગયો હતો.
જયંતી ઉર્ફે કમલેશ ચોરી કરી નાસી ગયા બાદ આખો દિવસ દેખાયો ન હતો અને સાંજે રાધેશ્યામની પત્નીને નોકર જયંતી ચોરી કરી નાસી ગયો હોવાનું ખબર પડતા રાધેશ્યામને ફોન કરતા તેઓ ઘરે આવી ગયા હતા અને તપાસ કરવા છતાંયે જયંતી ઉર્ફે કમલેશï મળી આવ્યો ન હતો. રાધેશ્યામભાઈ બનાવ અંગે ફરિયાદ આપવા ઉમરા પોલીસ મથકે ગયા હતા ત્યારે મોબાઈલમાં પાડેલ જયંતી ઉર્ફે કમલેશનો આધારકાર્ડ બતાવતા પોલીસ દ્વારા ખબર પડી કે જયંતી ઉર્ફે કમલેશ અગાઉ ચોરીના ગુનામાં પડકાયેલ છે. બનાવ અંગે પોલીસે રાધેશ્યામની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.