સુરત: 30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, મુસાફરોને ઈજા

સુરત-

બારડોલી પાસેથી પસાર થતા પલસાણા હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ ભૂસાવલથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બસ અકસ્માત બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ માહિતી મેળવી હતી. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખાનગી બસ ભૂંસાવલથી અમદાવાદ જઇ રહી હતી ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 30થી વધારે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જો કે આ અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગઇ હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ એમ્યુલન્સ પહોંચતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution