સુરત-
કડોદરા રોડ પર પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલી જોળવા ગાર્ડન મિલમાં યાર્નના યુનિટમાં બુધવારે સવારે અચાનક આગ લાગતાં અફરતફરી મચી ગઈ હતી. બારડોલી અને કામરેજના ઈમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરત શહેરના કડોદરા વિસ્તારના જોલવા ગામ નજીક આવેલી મિલના યુનિટમાં એકાએક ભીષણ આગ લાગી હતી, ત્યારે આગ લાગતાં જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, સુરતના જોલવા ગામ ખાતે આવેલ ગાર્ડન સિલ્ક મિલના એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
ગાર્ડનના યાર્ન વિભાગમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરતા અંદર કામ કરી રહેલા કામદારોએ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરના સાધનો અને પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ગાર્ડનની ફાયરની ટીમ પણ આગ પર કાબૂ મેળવવા મથામણ શરૂ કરી હતી. તેમ છતાં આગ વધુને વધુ ફેલાતા બારડોલી નગરપાલિકા અને કામરેજ ERCની મદદ લેવામાં આવી હતી.સુરત જિલ્લાના કડોદરા નજીક જોળવા ગામે આવેલી ગાર્ડન સિલ્ક મિલમાં બુધવારે સવારે અચાનક આગ લાગતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મિલના ફાયર વિભાગ ઉપરાંત કામરેજ અને બારડોલીના ફાયર વિભાગની મદદથી બે કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.