સુરત: 4 ફૂટના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા

સુરત-

સુરત વોર્ડ નંબર ૨૬ માંથી માત્ર ૪ ફૂટના અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા છે. બોર્ડમાં અનેક સ્થાનિક મુદ્દાઓને લઇને ઇંડાના હોલસેલ દુકાનદારે ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો અને આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને લડત આપવા માટે કટિબદ્ધ બન્યો છે. તેને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમના કદ ઉપર લોકો ન જાય તેની જીત માટે તે કટિબદ્ધ છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અચાનક જ ચેતન ચંદ્રકાંત ખાંડેકર એન્ટ્રી થાય છે અને લોકો તેમને જાેતા રહી જાય છે. કારણ કે, માત્ર ૪ ફૂટના આ ઉમેદવાર લોકોને પોતાને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. સુરતમાં સૌથી નાના કદના ઉમેદવાર ચેતન સુરતના ડિંડોલી વિસ્તારમાં ઇંડાની દુકાન ધરાવે છે. પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થયા હોવાની તે આટલી હદે ત્રાસી ગયો હતો કે, તેણે ચૂંટણી લડવાનો ર્નિણય લીધો હતો. તેણે ફોર્મ ભર્યુ હતું જે સ્વીકારી લેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને લડત આપવા તૈયારી બતાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution