સુરત-
ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરત પોલીસે વરાછા વિસ્તારમાંથી પ્રતિબંધિત સિન્થેટિક દોરાના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દુકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને પ્રતિબંધિત સિન્થેટિક દોરીના 94 બોબીન મળી આવ્યાં હતા. સુરત પોલીસને બાતમી મળી હતી કે, પ્રતિબંધિત સિન્થેટિક દોરાનો જથ્થો વેચાણ માટે વરાછા વિસ્તારની એક દુકાનમાં રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વરાછા વિસ્તારના માતાવાડી ખાતે આવેલી અક્ષર નિવાસની દુકાન નંબર 26માં રેડ કરી પ્રતિબંધિત સિન્થેટિક દોરાનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે કેવિન માંગુકીયા અને રાહુલ વેકરીયા નામના 2 ઇસમોની ધરપકડ પણ કરી છે. પોલીસે આ બન્ને સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરત પોલીસે વરાછા વિસ્તારમાંથી પ્રતિબંધિત સિન્થેટિક દોરાના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દુકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને પ્રતિબંધિત સિન્થેટિક દોરીના 94 બોબીન મળી આવ્યાં હતા.