સુરત-
શહેરના ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસમાં રહેતા શ્રીલાલ યાદવ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના એકના એક પુત્રનું અંશુનો મૃતદેહ ગુરુવારે બપોરે ઘર નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. અંશુ સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. આ દરમિયાન માતાએ તેના પુત્ર અંશુને ઝાડી ઝાંખરામાં લોહીના ખાબોચિયામાં જોઈ મૃત જોઈ બૂમાબૂમ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો દોડી ગયા હતા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગેે પોલીસને તપાસ દરમિયાન બાળકના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતાં બાળકની હત્યા તેની સાથે રમી રહેલા 13 વર્ષીય કિશોરે કરી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે કિશોરની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા અંશુએ તેના નાના ભાઈને માર માર્યો હતો જેનો બદલો લેવા માટે તેણે અંશુને માથામાં લાકડાના બે ફટકા માર્યા હતા. સુરતમાં અઠવાડિયા પહેલા ભાઈને માર માર્યાની અદાવતમાં 13 વર્ષના કિશોરે 9 વર્ષના બાળકને રહેસી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે.