હેમંત સોરેનના જામીનના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમનો ઇનકાર


નવી દિલ્હી:ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હેમંત સોરેનના જામીન અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે જામીનના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા હેમંત સોરેનને આપવામાં આવેલ જામીન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ઈડીએ ઝારખંડ હાઈકોર્ટના જામીનના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટનો આદેશ સારો ર્નિણય છે. ન્યાયાધીશે તાર્કિક ચુકાદો આપ્યો છે. અમને ઓર્ડરમાં દખલ કરવામાં રસ નથી. જાેકે, હાઈકોર્ટની ટિપ્પણીની ટ્રાયલ પર કોઈ અસર થશે નહીં.જેએમએમ નેતા સોરેનની ૩૧ જાન્યુઆરીએ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા જ હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ સોરેને ૪ જુલાઈએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સોરેનને જામીન આપતી વખતે ઝારખંડ હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસને જાેતાં, અરજદાર સમાન પ્રકૃતિનો ગુનો કરે તેવી કોઈ શક્યતા નથી.સોરેનની જામીન અરજીનો વિરોધ કરતા, ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ્યની રાજધાનીમાં બડગામ વિસ્તારમાં ૮.૮૬ એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવા માટે મુખ્યમંત્રી તરીકેના તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ઈડીએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન, સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદે સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને તેમને આ પ્લોટની માલિકી બદલવા માટે સત્તાવાર ડેટા સાથે ચેડા કરવાની સૂચના આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution