સુપ્રીમને ઈડીની કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર આશ્ચર્ય

નવીદિલ્હી:સુપ્રીમ કોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને મની લોન્ડરિંગના કેસોમાં તપાસ એજન્સીના નીચા સજા આપવાના દર તરફ ધ્યાન દોરતા, તેની કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટાના આધારે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે ઈડી કેસોના ડેટા પર સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘તમારે કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.એ તમામ કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો કે પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે, તમારે તે કેસોને કોર્ટમાં સાબિત કરવાની જરૂર છે. ૧૦ વર્ષમાં નોંધાયેલા ૫૦૦૦ કેસમાંથી ૪૦માં દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે કલ્પના કરો.’છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ આવી. કોલસા પરિવહન પર ગેરકાયદે વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનીલની ધરપકડ કરવામાં આવી હતી.બેન્ચે ઈડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ રાજુને કહ્યું, ‘આ કેસમાં તમે કેટલાક સાક્ષીઓના નિવેદનો અને એફિડેવિટની મદદ લઈ રહ્યા છો. આ પ્રકારના મૌખિક પુરાવા, આવતીકાલે ભગવાન જાણે, તે વ્યક્તિ તેને વળગી રહેશે કે નહીં. તમારે કેટલાક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જાેઈએ.’મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢની તપાસ આવકવેરા વિભાગની ફરિયાદ પછી આવી હતી, જે વિભાગ દ્વારા જૂન ૨૦૨૨માં પાડવામાં આવેલા દરોડા પછી દાખલ કરવામાં આવી હતી. આ મામલો એક કથિત કૌભાંડ સાથે સંબંધિત છે જેમાં પ્રત્યેક ટન માટે ૨૫ રૂપિયાની ગેરકાયદે ખંડણી કરવામાં આવી રહી હતી. છત્તીસગઢમાં કોલસાના પરિવહન સાથે સંબંધિત આ કાર્ટલમાં વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને વચેટિયાઓનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સીએ તેની બીજી પૂરક ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે આઇએએસ અધિકારી રાનુ સાહુ (કથિત કૌભાંડ સમયે કોરબામાં કલેક્ટર) કોલસા ટ્રાન્સપોર્ટર્સ અને સૂર્યકાંત તિવારી દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ પાસેથી ગેરકાયદે ખંડણીના નાણાં એકત્ર કર્યા હતા. તેના બદલામાં તેણે મોટી લાંચ લીધી. ગયા વર્ષે આ જ કેસમાં સુનીલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ, છત્તીસગઢ હાઈકોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પગલે તેમણે કોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ૧૯ મેના રોજ, સર્વોચ્ચ અદાલતે અગ્રવાલને જામીન બોન્ડની રજૂઆતને આધીન વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.હકીકતમાં, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે, ઈડીએ છેલ્લા ૧૦ વર્ષમાં પીએમએલએ હેઠળ ૫,૨૯૭ કેસ નોંધ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution