નવી દિલ્હી
દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (૩ મે)ના રોજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આગામી ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર દલીલો સાંભળવા પર વિચાર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “ઈડી દ્વારા તેમની ધરપકડ સામે કેજરીવાલની અરજી અને એક્સાઈઝ પોલિસી કેસમાં તેમના પછીના રિમાન્ડ પરની ચર્ચામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેમના વચગાળાના જામીન પર દલીલો સાંભળી શકે છે.” સુપ્રીમ કોર્ટે મંગળવારે (૭ મે)ના રોજ કેસની સુનાવણી દરમિયાન ઈડ્ઢના વકીલને આ પાસા પર તૈયાર રહેવા જણાવ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તીની બેંચે બંને પક્ષોને ચેતવણી આપી હતી કે કોર્ટ જામીન આપશે એવું ન માની લે. તેમણે કહ્યું કે અમે જામીન આપીએ પણ ખરા અને ન પણ આપીએ,