દિલ્હી-
ખરેખર, ધોરણ-12ના વિદ્યાર્થીએ આ અરજીમાં શાળા ખોલવાની માંગ કરી હતી. કોર્ટે અરજદારના વકીલને પૂછ્યુ કે શું હાલમાં જે સ્થિતિ કેરળ અને મહારાષ્ટ્રમાં છે તેમાં શાળા ખોલી શકાય? જે પણ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે એ રાજ્યમાં સરકાર શાળાઓ ખોલી રહી છે. દિલ્હીમાં પણ શાળા ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે શાળા ખોલવા માટે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.
શાળાઓ બંધ થતાં બાળકોનું માનસ બગડ્યુ
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે કોરોનાના કારણે ગયા વર્ષે માર્ચ-એપ્રિલથી શાળાઓ બંધ છે, જેના કારણે બાળકોને મનોવૈજ્ઞાનિક અસર પડી છે. એવા ઘણા બાળકો છે, જે તણાવનો શિકાર બન્યાં છે. જેથી શાળાઓને તાત્કાલિક ખોલવી જોઈએ.
ઓનલાઈન શિક્ષણથી બાળકોનો સર્વાંગી વિકાસ અશક્ય
અરજદાર અમર મુજબ, ભલે શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ આ પદ્ધતિથી સારું શિક્ષણ મેળવી શકતા નથી. ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. અરજદાર અમરે રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોઇને શાળાઓ ખોલવાના નિર્ણયની માંગ પોતાની અરજીમાં મુકી હતી. અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે શાળાઓ ના ખોલવાથી બાળકો પર મનોવૈજ્ઞાનિક અને શારિરીક બંને રીતે ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.