લિકર પોલીસી કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાઃ શીબીઆઈ કસ્ટડી યથાવત

નવી દિલ્હી,:લિકર પોલીસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે. જાે કે કેજરીવાલને જામીન મળી ગયા હોવા છતાં તેઓ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કેમકે દિલ્હી સીએમને ઈડ્ઢ કેસમાં જામીન મળી ગયા છે. પરંતુ હાલમાં તે ઝ્રમ્ૈં કસ્ટડીમાં છે એટલે કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે.

કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું કે ‘ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં.’ તો કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે ‘દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી ૧૮ જુલાઈએ થવાની છે. આ મામલે ર્નિણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જાે કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી ૯૦ દિવસ કરતા વધુ સમયથી જેલમાં છે. અને તેઓ ચૂંટાયેલા નેતા છે. હવે તેઓ આ પદ પર રહેશે કે નહીં તેનો ફેંસલો કેજરીવાલ જ કરશે. અમે ર્નિણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છેકે મની લોન્ડરિંગ એક્ટની કલમ ૧૯ ઈડ્ઢને અધિકાર આપે છે કે જાે પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીઓને કારણો આપવાના હોય છે.સુપ્રીમકોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે હવે આ મામલે ૩ જજાેની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રીમકોર્ટના આ ત્રણ જજાેના નામ ખુદ સીજેઆઈ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution