શરાબ કૌભાંડ કેસમાં સુપ્રીમે સિસોદીયાને જામીન આપ્યા

નવી દિલ્હી:દિલ્હી શરાબ કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના જામીન મંજુર કર્યા છે. આ કેસમાં સિસોદિયા ફેબ્રુઆરી ૨૦૨૩થી તિહાડ જેલમાં બંધ છે. હવે ૧૭ મહિના બાદ તે જેલમાંથી બહાર આવશે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે સતત જેલમાં છે. સર્વોચ્ચ અદાલતે સિસોદિયાને ૧૦-૧૦ લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે. હવે તે જેલમાંથી બહાર આવશે.સુપ્રીમ કોર્ટે જામીન આપવા સાથે સિસોદિયાએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. દર સોમવારે ૈર્ંં ને રિપોર્ટ કરવો પડશે. સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં. સુપ્રીમ કોર્ટે તેને ટ્રાયલ કોર્ટમાં મોકલવાની ઈડ્ઢની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે સમજવું જાેઈએ કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. ટ્રાયલ પૂર્ણ કર્યા વિના કોઈને પણ જેલમાં રાખી શકાય નહીં અને સજા કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપતાં કહ્યું કે સિસોદિયા લાંબા સમયથી જેલમાં છે, આ રીતે તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે સમય આવી ગયો છે કે નીચલી અદાલતો અને હાઈકોર્ટ એ સિદ્ધાંતને સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. મનીષ સિસોદિયાને જામીન માટે નીચલી અદાલતમાં મોકલવા એ ન્યાયનું અપમાન હશે, તેથી અમે તેમને જામીન આપી રહ્યા છીએ.જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયાના વકીલ હૃષિકેશ કુમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. આ એક ઐતિહાસિક ર્નિણય છે. મનીષ સિસોદિયા ૧૭ મહિના જેલમાં રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડ્ઢએ કહ્યું હતું કે આ ટ્રાયલ ૬-૮ મહિનામાં ખતમ થઈ જશે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution