દિલ્હી-
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ જારી કર્યો છે. આજે આ સંબંધે ગૃહ મંત્રાલએ લોકસભાને સૂચિત કરતા જણાવ્યું કે, આ નવા નિયમ અંગે તેમણે દિશા -નિર્દેશ જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે ગત તા. 6 એપ્રિલના રોજ સુનાવણીમાં જણાવ્યું કે, આ એક મહિનાની અન્ડર કેન્દ્રીય એજન્સીઓને બજેટ મોકલવાનું રહેશે, અને તેના એક મહિનાની અંદર પુરા દેશમાં આ આદેશ લાગુ પાડવાનો નિર્દેશ કરાયો છે. ગૃહ રાજ્ય મંત્રીએ આગળ જણાવ્યું કે, પોલીસ વ્યવસ્થા એ રાજ્યોનો વિષય છે; જેથી કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોના કેટલા પોલીસ સ્ટેશનમાં કેમેરા છે કે નહિ, તેની જાણકારી તેમની પાસે ના હોય. તેમણે આગળ જણાવ્યું કે, આ વર્ષે 8 જુલાઈથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને તેમના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવીકેમેરા લગાવવાનો નિર્દેશ કર્યો છે.