સુપ્રીમે પતંજલિને માનહાનિનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આદેશનો અનાદર કરવા બદલ પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેના પર ર્નિણય આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચના બે જજાે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કેસની સુનાવણી દરમિયાન આઇએમએને કેટલીક સલાહ પણ આપી હતી. જ્યારે પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ત્યારે આઇએમએને સારું લાગ્યું પરંતુ જ્યારે એ જ સુપ્રીમ કોર્ટે તેની ખામીઓ તરફ ધ્યાન દોર્યું ત્યારે આઇએમએને શરમ આવી.કે,આઇએમએના પ્રમુખ ડૉ. આર.વી. અશોકને એક ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બિનજરૂરી રીતે સલાહ આપી છે કારણ કે આ મામલો તેમની પાસે નહોતો. જ્યારે પતંજલિ આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે આઇએમએ પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટમાં સંભળાવ્યું તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે અને આઇએમએને આ માટે નુકસાન વેઠવું પડશે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને આઇએમએ પ્રમુખના નિવેદનને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટની અવમાનના માટે અરજી દાખલ કરવાની મંજૂરી પણ આપી હતી.આઇએમએના પ્રમુખ ડૉ. આરવી અશોકે કહ્યું કે,આઇએમએ અને ડોક્ટરોની પદ્ધતિઓની ટીકા દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ વાસ્તવિક મુદ્દો પતંજલિની જાહેરાતો સાથે સંબંધિત છે સમગ્ર તબીબી ક્ષેત્ર સાથે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટને શોભતું નથી. ડૉ. અશોકને કહ્યું, તમે કંઈ પણ કહી શકો પણ મોટાભાગના ડૉક્ટરો ઈમાનદાર હોય છે... નૈતિકતા અને સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. કોવિડ યુદ્ધમાં આટલું બલિદાન આપનાર દેશના તબીબી વ્યવસાય સામે કડક વલણ અપનાવવું કોર્ટને યોગ્ય નથી.

આઇએમએ પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. જસ્ટિસ અમાનુલ્લાએ તો આઇએમએને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની બેન્ચે આઇએમએના વકીલને કહ્યું, તમે કોઈ સારું કામ કર્યું નથી અને તમે કેવી રીતે નક્કી કરી શકો કે કોર્ટ શું કરશે ?.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution