સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ ફેમ રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો,હોસ્પિટલમાં દાખલ

મુંબઇ 

સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ ફેમ રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો છે. તે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર રાહુલ શ્રીનગરમાં ફિલ્મ ‘કારગિલ’ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે બ્રેઇન સ્ટ્રોકનો શિકાર બન્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રાહુલના ભાઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અભિનેતાની હાલત સુધરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ઉંચાઈએ કરવામાં આવી રહ્યું છે. ઊંચાઈને કારણે, ઓક્સિજનનો અભાવ હતો અને ટીમના સભ્યોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

તમને જણાવી દઈએ કે અગાઉ એક ઇન્ટરવ્યુમાં વાત કરતી વખતે રાહુલે લાઈમલાઈટથી દૂર રેહવા બાબતે કહ્યું હતું કે, હું મારી મરજીથી ફિલ્મ જ્ગ્થ્તી દુર થયો હતો. હું આ ઉદ્યોગમાં સ્ટાર ડમ માટે આવ્યો નાં હતો. રાહુલે એમ પણ કહ્યું હતું કે તેને જે ઓફર કરવામાં આવી રહી છે તેનાથી તે ઉત્સાહિત નથી. તેણે કહ્યું હતું કે, એક અભિનેતા તરીકે મારો ગ્રોથ કચડાઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ફિલ્મ આશિકી ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે સુપર સ્ટાર બની ગયો. ત્યારબાદ તેણે ‘સપને સાજન કે’, ‘ફિર તેરી કહાની યાદ આયે’, ‘જનમ’, ‘પ્યાર કા સાયા’, ‘જુનૂન’, ‘પહેલા નશા’, ‘ગુમરાહ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પણ આ ફિલ્મો ખાસ ચાલી નાં હતી.

આ પછી, રાહુલ ફરી વર્ષ 2006 માં બિગ બોસમાં દેખાયો. રાહુલ આ શોનો વિજેતા હતો. બિગ બોસ પછી રાહુલ ફરી ચર્ચામાં આવ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution