સુપર બોલઃ દુનિયાની સૌથી મોંઘી ફૂટબોલની મેચ

લેખકઃ જે.ડી.ચૌહાણ | 


ફૂટબોલ દુનિયાની નંબર વન રમત છે. દુનિયાના ૨૩૨ દેશો ફૂટબોલની મેચ રમતા હોય છે. ફૂટબોલનો વર્લ્ડ કપ રમાવાનો હોય તેના બે વર્ષ અગાઉથી તેની ક્વોલીફાઇંગ ગ્રાઉન્ડની મેચ શરૂ થાય છે.આ રાઉન્ડની મેચોમાં ૩૨ ટીમો પસંદ કરવામાં આવે છે અને તે બાદ ફૂટબોલ વિશ્વકપ યોજાય છે. જે લગભગ દુનિયાના ૮૦ ટકા દેશોમાં જાેવામાં આવે છ.ે અનેક દેશોમાં મેચોનું પ્રસારણ કરવામાં આવે છે.

હવે ફૂટબોલની વિશ્વકપની મેચને પણ પાછળ મૂકી દે એવી એક મેચ ગત ફેબ્રુઆરી માસમાં અમેરિકાના લાસ વેગાસમાં રમાઈ હતી. આ મેચનું નામ હતું સુપર બોલ.અમેરિકાનું લાસ વેગાસે પ્રથમવાર દેશની સૌથી મોટી મેચ સુપરબોલની યજમાની કરી હતી. આ સુપર બોલ નામે ઓળખાતી મેચમાં બે ટીમ ટકરાઈ હતી. બંને ટીમો અમેરિકાની છે. એક અમેરિકન ફૂટબોલ કોન્ફરન્સ અને બીજી નેશનલ ફૂટબોલ કોન્ફરન્સ. આ બે ટીમ એક મેચ રમે છે એ મેચનું એટલું બધું મહત્વ છે અને એ મેચ પાછળ ફૂટબોલના રસિયાઓ એટલા ઘેલા છે કે એ દુનિયાની સૌથી મોંઘી ફૂટબોલ મેચ સ્થાપિત થઈ છે .

ખર્ચની દ્રષ્ટિએ સુપરબોલની મેચ ૧૫૯ ગણી મોંઘી છે. હવે તમે કલ્પના કરી શકો છો કે સમગ્ર આઈપીએલના બજેટ કરતા ૧૨૯ ગણી મોટી આ મેચ હતી. તેનું પ્રસારણ સમગ્ર દુનિયાના ૮૦ ટકા દેશોમાં થયું હતું. સુપર બોલની મેચ એટલી બધી લોકપ્રિય છે કે તેને નિહાળવા માટે લોકો ગમે તે કામ છોડીને પણ ટીવી સામે બેસી જાય છે. કેમકે આ મેચની સૌથી સસ્તી ટિકિટ રપિયા ૪ લાખની છે .આ મેચની લોકપ્રિયતા જાેતા ટીવી ચેનલ જબરજસ્ત કિંમત જાહેરાત માટે વસૂલે છે. અમેરિકન ટીવી પર આ મેચ દરમિયાન જાે તમારે જાહેરાત આપવી હોય તો એક સેકન્ડ ના રૂપિયા ૫૮ કરોડ ચૂકવવા પડે છે. હવે કલ્પના કરો કે આ મેચ કેટલી લોકપ્રિય હશે .

આઇપીએલની ૨૦૨૨ની મેચમાં સેકન્ડની જાહેરાત માટે ૪૫ લાખ અપાતા હતા. ૨૦૨૪માં ૩૦ સેકન્ડની જાહેરાત માટે લગભગ ૯૦ લાખથી એક કરોડ રૂપિયા વસૂલાયા હતા .વર્ષ ૨૦૨૪ની આઈપીએલની મેચ ની સૌથી મોંઘી ટિકિટ રૂ. ૫૮ હજારથી ૬૦ હજારની હતી. જ્યારે આ સુપર બોલની સૌથી સસ્તી ટિકિટ રૂ ૪,૩૧,૦૦૦માં વેચાઈ હતી. સૌથી મોંઘી ટિકિટ રૂ ૨૯ લાખથી ૩૨ લાખ સુધીમાં વેચાઈ હતી. ટીવી પર આ મેચ ૧૦ કરોડ કરતાં વધારે લોકોએ નિહાળી હતી. જે એક વિક્રમ છે. સુપર બોલ મેચનું આયોજન અમેરિકાના લાસવેગાસમાં કરવામાં આવ્યું હતું. જે નિહાળવા માટે સત્તાવાર આંકડા પ્રમાણે ૩,૩૩,૦૦૦ લોકો આવ્યા હતા. તેઓએ ખરીદેલી ટિકિટ આયોજનની ચોખ્ખી કમાણી હતી. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે આવે ત્યારે બીજી કેટલી પણ આવકો થતી હોય છે. કેસીનો, ક્લબ વગેરેમાં લોકો પૈસા ખર્ચે છે. ઉપરાંત નજીકના પ્રવાસ લાયક સ્થળોએ પણ લોકો જતા હોય છે. જેનાથી લાસવેગાસના અર્થતંત્રને રૂપિયા ૪૯૭૯ કરોડનો ફાયદો થયો હતો .આ મેચમાં રૂપિયા ૬ કરોડ ૯૮ લાખ અમેરિકાનોએ સટ્ટા પર લગાવ્યા હતા. આ વિશ્વવિખ્યાત મેચમાં જાણીતા પોપસ્ટાર અશરે પરફોર્મ કર્યું હતું અને મેચની શરૂઆત અમેરિકાની સિંગર રેવા મેકેન ટાયરે કરી હતી. ફૂટબોલની દુનિયા જ અલગ છે. તેના ખેલાડીઓનો દબદબો હોલીવુડના કોઈ સુપરસ્ટાર કરતાં પણ વધારે હોય છે .તેની સરખામણીએ ક્રિકેટ મેચ ગણતરીના બાર દેશોમાં સત્તાવાર રીતે અને અન્ય ૨૦ દેશોમાં બિનસત્તાવાર રીતે રમાય છે.ફૂટબોલની સરખામણીએ ક્રિકેટ મેચ સમુદ્રના એક લોટા પાણી સમાન છે. ફૂટબોલના ખેલાડીઓની લાઇફ સ્ટાઇલ ગજબની હોય છે. જેની માત્ર ચર્ચા કરવાથી જ સંતોષ માનવો પડે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution