સની લિઓનીને એડલ્ટ સ્ટારનું ટેગ ભારરૂપ લાગવા માંડ્યું

સની લિઓનીને બોલિવૂડમાં ૧૩ વર્ષનો સમય વીતી ચૂક્યો છે. ૨૦૧૨માં સનીની પહેલી ફિલ્મ જિસ્મ ૨ આવી હતી. તે પછી સનીએ ‘રાગિની એમએમએસ ૨’, ‘એક પહેલી લીલા’ અને ‘મસ્તીજાદે’ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. સનીએ ‘બિગ બોસ’ બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતના સમયમાં સનીને એડલ્ટ સ્ટાર તરીકે ઓળખાવવામાં આવતી હતી. આ ઓળખના કારણે જ સની ઝડપથી જાણીતી બની હતી. સનીને શરૂઆતના તબક્કે આ ઓળખ સામે કોઈ વાંધો ન હતો, પરંતુ હવે તેને એડલ્ટ સ્ટારનું ટેગ બોજારૂપ લાગવા માંડ્યું છે. સનીનું માનવું છે કે, સમયની સાથે વ્યક્તિ બદલાય છે અને તેનું કામ પણ બદલાય છે. કોઈ એક પ્રવૃત્તિને હંમેશા તેની ઓળખ બનાવી દેવાય તે યોગ્ય નથી. સની લિઓનીએ જણાવ્યું હતું કે, લોકો હજુ પણ મને નકારાત્મક રીતે જુએ છે અને આ બાબત ખૂંચે છે. જાે કે મારી નિકટના લોકો સંરક્ષક દિવાલનું કામ કરે છે અને મને આ પ્રકારની નકારાત્મકાથી બચાવે છે. મારા માટે નકારાત્મક માન્યતા ધરાવતા લોકોની સામે બચાવનું કામ મારા મિત્રો અને પરિવારજનો કરે છે. સની લિઓનીએ પોતાની ટીકા કરનારા કે અગાઉની એડલ્ટ ફિલ્મો માટે નકારાત્મક છબિ ધરાવનારા લોકો માટે કોઈ ફરિયાદ પણ નથી. સનીનું ફોકસ હાલ પોતાની કરિયર પર છે. કારણ કે, બોલિવૂડમાં લાંબા સમયથી તેને ખાસ ઓફર મળી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution