સુમિત નાગલ માત્ર 58 મિનિટમાં મોન્ટે કાર્લો માસ્ટર્સથી બહાર

ફ્રાન્સ

ભારતના સુમિત નાગલ રોલેક્સ મોન્ટે કાર્લો માસ્ટર્સના પ્રારંભિક ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઇટાલીના સ્ટેફાનો ટ્રેવાગલિયા ૩-૬, ૦-૬ થી હાર્યો હતો. ક્વોલિફાઇમાં બીજો ક્રમ મેળવનાર ટ્રાવાગલિયા શનિવારે ૫૮ મિનિટમાં ૨૩ વર્ષીય ભારતીયને પરાજિત કર્યો હતો. હવે ઇટાલિયન મુખ્ય ડ્રોમાં સ્થાન માટે પોલેન્ડના કમિલ મજચ્રઝકનો સામનો કરશે. મજચ્રઝકે ૧૨ મો ક્રમાંકિત જીઆનલુકા મજરને ૬-૩, ૬-૩ થી જીત મેળવી હતી.

ફેબીયો ફોગ્નીનીએ ૨૦૧૯ માં તેનું ટાઇટલ રન પૂર્ણ કર્યા પછી મોન્ટે કાર્લો માસ્ટર્સ પર આ પ્રથમ દિવસ હતો.આ અઠવાડિયાની શરૂઆતમાં ૧૩૬ માં ક્રમાંકિત નાગલ કેગલિયારીમાં એટીપી ૨૫૦ સરડેગ્ના ઓપન પ્રથમ રાઉન્ડમાં સ્લોવાકિયાના ક્વોલિફાયર જોઝેફ કોવલિક સામે ૬-૩, ૧-૬, ૩-૬થી હાર્યો હતો, જેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બે જીત મેળવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution